Mineral wealth of Gujarat: ગુજરાતની ખનિજ સંપતિ, ગુજરાત માંથી મળતા ખનિજો, સંપુર્ણ માહીતી માટે અહી ક્લિક કરો.

---> ગુજરાતમાંથી કુલ 29 ખનિજો મળી આવે છે. 

---> ખનિજ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં છઠ્ઠા સ્થાને છે. 

---> ગુજરાત ભારતમાં ખાણોની સંખ્યાની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.

---> ગુજરાતમાંથી અધાતુમય ખનિજો વધુ મળી રહે છે. 

• અકીક (ભારતમાં પ્રથમ ક્રમે)

---> અકીકનું ઉત્પાદન દેશમાં માત્ર ગુજરાતમાં જ થાય છે. - અકીકના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.

---> ગુજરાતમાં અકીકના પથ્થરમાંથી બનતી ચીજવસ્તુઓનો ગૃહ ઉદ્યોગ પણ વિકસેલો છે.

---> વીંટી, પેપરવેઈટ, કલમ, ખડિયો, તલવાર જેવા હથિયારોના હાથા વગેરે વસ્તુઓ બનાવવા અકીકનો ઉપયોગ થાય છે.

---> ગુજરાતમાં અકીકમાંથી શૃંગાર બનાવવાનો ઉદ્યોગ પણ વિકસેલો છે. 

---> પ્રાચીન સમયમાં ખંભાત અને વલભીપુર અકીકના ઉદ્યોગ માટે જાણીતું હતું. 

---> ખંભાત અને જામનગરમાં અકીકનું પોલીશ કામ થાય છે.

---> ગુજરાતમાં અકીક ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર, ભીમપોર અને કચ્છ જિલ્લામાં રાપર, અંજાર, ભૂજ તેમજ આણંદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરે જિલ્લામાંથી મળી આવે છે.

• ફ્લોરસ્પાર(એશિયામાં પ્રથમ ક્રમે)

---> ફલોરસ્પાર ગુજરાતની સૌથી મહત્ત્વની ખનિજો પૈકીની એક છે.

---> ફલોરસ્પારનો ઉપયોગ ધાતુઓને ઓગાળવા માટે થાય છે.

---> પહેલાં ફ્લોરસ્પાર માત્ર ગ્રીનલેન્ડ દેશમાંથી જ મળી આવતું હતું.

---> હાલમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાત માત્ર ભારતમાં જ નહી પરંતુ એશિયામાં પ્રથમ સ્થાને છે.

---> ફલોરસ્પાર મૂળરૂપે કેલ્શિયમ ફલોરાઈડ છે. જે ફલોરાઈડ તરીકે પણ ઓળખાય છે.

---> છોટા ઉદેપુર જિલ્લાના આંબાડુંગર પાસે કડીપાની ખાતે ફલોરસ્પાર શુદ્ધિકરણનું એકમ સ્થાપવામાં આવ્યું છે.

---> છોટા ઉદેપુર જિલ્લામાં આંબાડુંગ૨માં ફલોારનો સૌથી વધુ જથ્થો આવેલો છે. જયારે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના હિંગોરિયામાંથી પણ ફલોરસ્પાર મળી આવે છે.

• ચિનાઈ માટી (ભારતમાં પ્રથમ ક્રમે)

---> ચિનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.

---> સાબરકાંઠા જિલ્લામાં અને સાબરમતી નદીના કિનારે આવેલું એકલારા અને આરસોડિયા ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું કેન્દ્ર છે.

---> ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, સુરત, પંચમહાલ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાંથી ચિનાઈ માટી મળી આવે છે.

---> ભગતના ગામ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાંથી પણ ચિનાઈ માટી મળી આવે છે.

---> ગુજરાતમાંથી વિપુલ માત્રામાં ચિનાઈ માટી મળી આવતી હોવાથી કાપડ, પ્લાસ્ટિક, સિમેન્ટ, શૃંગારના સાધનો, જંતુનાશક દવાઓ, રબ્બર, કાગળ, પોલિશનો પાઉડર બનાવવાના વગેરે ઉદ્યોગ વિકસેલા છે.

---> ગુજરાતમાં ચિનાઈ માટી અંતર્ગત ક્રોકરી, સેનિટરીવેર્સ વગેરેનું પણ ઉત્પાદન થાય છે.

---> વીજાપુર, આરસોડિયા વગેરે સ્થળોએ ગુજરાતમાં ચિનાઈ માટીને શુદ્ધ કરવાના એકમો આવેલા છે.

• ફાયર કલે (ભારતમાં પ્રથમ ક્રમે)

---> ફાયર ક્લેને અગ્નિજીત માટી તરીકે ઓળખવામાં આવે છે.

---> ફાયર ક્લેનો ઉપયોગ મુખ્યત્વે સિરામિક ઉદ્યોગમાં થાય છે.

---> આ માટી 1,500 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સહી શકે છે.

---> ભારતમાં ફાય૨ ક્લેના કુલ ઉત્પાદનમાં 35 ટકા યોગદાન ગુજરાતનું છે. 

---> ગુજરાત ફાયર ક્લેના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને છે.

---> ફાયર ક્લેના ઉત્પાદનને કારણે ગુજરાતમાં ફાયર બ્રિક્સ બનાવવાનો ઉદ્યોગ પણ વિકસેલો છે.

---> ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, કચ્છ જિલ્લામાંથી ફાયર ક્લે મળી આવે છે.

---> ઉપરોક્ત જિલ્લાઓમાં ફાયર ક્લેના ઉત્પાદન માટે સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ અને મૂળી તાલુકો ખાસ જાણીતો છે.

• ફુલર્સ અર્થ

---> ફુલર્સ અર્થને કુંદી કરવાની માટી કહેવામાં આવે છે.

---> કુંદી કરવાની માટી લાલ માટીના સ્તરોમાંથી મળી આવે છે. 

---> કુંદી કરવાની માટીનો લેપ, શૃંગાર માટે વાપરવામાં આવતા પાઉડર વગેરે વસ્તુઓ બનાવવામાં થાય છે. 

---> ગુજરાતમાં કચ્છ, મોરબી, ભરૂચ જિલ્લામાંથી કુંદી કરવાની માટી મળી આવે છે.

• પ્લાસ્ટિક ક્લે

---> પ્લાસ્ટિક ક્લેનો સખત વસ્તુ કે લોખંડની વસ્તુઓની બનાવટમાં ઉપયોગ થાય છે. 

---> ગુજરાતમાં પ્લાસ્ટિક ક્લે ભાવનગર, કચ્છ, રાજકોટ, સુરત, મોરબી, સાબરકાંઠા, વલસાડ જિલ્લાઓમાંથી મળી આવે છે.

• ચૂનાના પથ્થર (ભારતમાં પ્રથમ સ્થાને)

---> ચૂનાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે. 

---> ચૂનાના પથ્થરો સિમેન્ટ, મકાન બાંધકામ તેમજ સોડા એશના ઉત્પાદન માટે થાય છે. 

---> ગુજરાતમાં મીઠાપુર પાસેથી મિલિયોલાઈટ લાઈમસ્ટોન પણ મળી આવે છે. 

---> ગુજરાતમાં પથ્થર માટે પોરબંદરના પથ્થર અને રેતિયા પથ્થર માટે ગીર-સોમનાથ જિલ્લો જાણીતો છે.

• ચિરોડી

---> ચિરોડીને જીપ્સમ કહેવામાં આવે છે. ચિરોડીનો રંગ સફેદ હોય છે. 

---> ચિરોડીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં રાજસ્થાન અને તમિલનાડુ પછી ત્રીજું સ્થાન ધરાવે છે.જમીનની ક્ષારતા ઘટાડવા ચિરોડી ઉપયોગી છે. 

---> દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગરનું સતાપર ભારતમાં ચિરોડીના ઉત્પાદનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 

---> પોર્ટલેન્ડ સિમેન્ટ તેમજ રાસાયણિક ખાતર બનાવવા માટે ચિરોડીનો ઉપયોગ થતો હોય છે. ખાંડ, કાપડ, તેલ, ટૂથપેસ્ટ, સિરામિક, પ્લાસ્ટર ઓફ પેરિસ, રંગ વગેરે વસ્તુઓમાં પણ ચિરોડીનો ઉપયોગ થાય છે.

---> ગુજરાતમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જૂનાગઢ, અમરેલી, મોરબી, સુરત, પંચમહાલ જિલ્લાઓમાંથી ચિરોડી મળી આવે છે.

• બોક્સાઈટ (ભારતમાં પ્રથમ ક્રમે)

---> બોક્સાઈટનો ઉપયોગ એલ્યુમિનિયમના ઉત્પાદન માટે થાય છે.

---> બોક્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.

---> ગુજરાતમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોક્સાઈટનો મુખ્ય જથ્થો રહેલો છે.

---> ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા અને વલસાડ જિલ્લામાંથી પણ બોક્સાઈટ મળી આવે છે. 

---> દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર બોક્સાઈટના ઉત્પાદન માટે જાણીતા છે.

• કેલ્સાઈટ

---> ભારતમાં કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને છે. જયારે રાજસ્થાન પ્રથમ સ્થાને છે.

---> સૂક્ષ્મદર્શક સાધનો, મેટલ પોલિશ, સાબુ, રબ્બર, સિમેન્ટ, ખાંડ વગેરે વસ્તુઓમાં કેલ્સાઈટનો ઉપયોગ થતો હોય છે. 

---> ગુજરાતમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને ભાવનગર જિલ્લામાં કેલ્સાઈટનો મુખ્ય જથ્થો રહેલો છે. 

---> ગુજરાતમાં અમરેલી, કચ્છ, જૂનાગઢ, સુરત, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લાઓમાંથી પણ કેલ્સાઈટ મળી આવે છે. 

---> પનાલા ડિપોઝિટ કેલ્સાઈટ ગુજરાતમાં ગીરના જંગલોમાંથી મળી આવે છે.

• ડોલોમાઈટ

---> ગુજરાત ડોલોમાઈટના ઉત્પાદનમાં દેશમાં ત્રીજું સ્થાન ધરાવે છે જયારે પ્રથમ અને દ્વિતીય સ્થાને અનુક્રમે ઓડિશા અને મધ્ય પ્રદેશ છે. 

---> ડોલોમાઈટમાંથી મેગ્નેશિયમ ધાતુ પણ બનાવાય છે.

---> દરિયાના પાણીને શુદ્ધ કરવા, સ્ટીલ, કાચ, ખાતર, વગેરે વસ્તુઓમાં ડોલોમાઈટનો ઉપયોગ થાય છે.

---> ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ડોલોમાઈટનો જથ્થો રહેલો છે. 

---> વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, ભરૂચ, અમરેલી જિલ્લામાંથી પણ ડોલોમાઈટ મળી આવે છે.

• બેન્ટોનાઈટ

---> ગુજરાત સોડિયમ બેન્ટોનાઈટ અને કેલ્શિયમ બેન્ટોનાઈટ એમ બે પ્રકારે બેન્ટોનાઈટ મળી આવે છે.

---> સિરામિક, સ્ટીલ કાસ્ટિંગ, દવાઓ વગેરે ઉદ્યોગોમાં બેન્ટોનાઈટનો ઉપયોગ થાય છે.

---> ગુજરાતમાં બેન્ટોનાઈટ મુખ્યત્વે કચ્છ અને ભાવનગર જિલ્લામાંથી મળી આવે છે.

---> આ ઉપરાંત અમરેલી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાંથી પણ બેન્ટોનાઈટ મળી આવે છે.

• લિગ્નાઈટ કોલસો

---> ગુજરાતમાં લિગ્નાઈટ કોલસાના ઉત્પાદન માટે કચ્છ જિલ્લાનું પાનન્ધ્રો જાણીતું છે. 

---> ગુજરાતમાં લિગ્નાઈટ કોલસાનો ઉપયોગ મુખ્યત્વે તાપવિદ્યુત માટે થાય છે.

---> ડામર(આસ્ફાલ્ટ) જેવી વસ્તુઓમાં લિગ્નાઈટ કોલસાનો ઉપયોગ થાય છે.

---> ગુજરાતમાં ભરૂચ, સુરત, મહેસાણા અને ભાવનગર જિલ્લાઓમાંથી પણ લિગ્નાઈટ કોલસો મળી આવે છે.

• આરસ

---> ગુજરાતમાં આરસના ઉત્પાદન માટે બનાસકાંઠા જિલ્લાનું અંબાજી જાણીતું છે. 

---> ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલા છુછાપુરામાંથી લીલા રંગનો ડોલોમાઈટ આરસ મળી આવે છે.

• ગ્રેફાઈટ

---> ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ત્રીજું સ્થાન ધરાવે છે.

---> ગ્રેફાઈટનો ઉપયોગ પેન્સિલ, સૂકી બેટરી વગેરે વસ્તુઓ બનાવવામાં થાય છે,

---> ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાંથી સૌથી વધુ ગ્રેફાઈટ મળી આવે છે. 

---> ગુજરાતમાં જાંબુધોડા (જિ. પંચમહાલ), છોટા ઉદેપુર, જબુગામ (જિ. વડોદરા), દેવગઢબારિયા (જિ. દાહોદ)માંથી ગ્રેફાઈટ મળી આવે છે.

• વુલેસ્ટોનાઈટ

---> અગત્યની ખનિજ ગણાતી વુલેસ્ટોનાઈટ દેશમાં પહેલાં માત્ર રાજસ્થાનમાંથી જ મળી આવતી હતી. 

---> વુલેસ્ટોનાઈટનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં માટે થાય છે.

---> હાલ વુલેસ્ટોનાઈટ ખનિજ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી મળી આવે છે. 

• સીસું, જસત, તાંબું

---> ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી સીસું, જસત અને તાંબું મળી આવે છે.

---> સીસાંનો વીજળીના તાર બનાવવા તેમજ સ્ટોરેજ બેટરી બનાવવા ઉપયોગ થાય છે.

---> જસતનો ઢોળ ચડાવવા તેમજ સૂકી બેટરી બનાવવામાં ઉપયોગ થાય છે.

---> વીજળીના તાર બનાવવા, તાંબાનો ઢોળ ચઢાવવા તેમજ ખાંડને શુદ્ધ કરવા તાંબાનો ઉપયોગ થાય છે.

• ખનિજ તેલ અને કુદરતી વાયુ

---> ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

---> ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1958માં આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના લુણેજ ખાતેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા. 

---> ગુજરાતમાં અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છે, જયારે હાલમાં ગાંધાર પણ તેલ ક્ષેત્ર માટે જાણીતું બની રહ્યું છે. 

---> ભારતમાં સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ બંદર બનવાનું ગૌરવ હજીરાને મળ્યું છે.

---> પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરો પાડવામાં દેશમાં ગુજરાતે સૌપ્રથમ પહેલ કરી હતી.

---> ગુજરાતમાં વડોદરાને સૌપ્રથમ પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરી પાડવામાં આવ્યો હતો.

---> ગુજરાતમાં ભરૂચનું અંકલેશ્વર, મહેસાણા જિલ્લામાં કડી, ગાંધીનગર જિલ્લાનું કલોલ, સુરત જિલ્લાનું ઓલપાડ, માંગરોળ, ખેડા જિલ્લાના નવાગામ, આણંદના ખંભાત અને વડોદરામાંથી પણ ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે.



Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा