---> કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ-2021 મુજબ ગુજરાતમાં કુલ વિસ્તાર 1,96,024 ચો. કિ.મી.માંથી 14,926 ચો.કિ.મી,વિસ્તારમાં જંગલો આવેલા છે. જે ગુજરાતના વિસ્તારના 7.1% છે.
---> ગુજરાતમાં 377 ચો.કિ.મી. ગાઢ જંગલો, 5,032 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો અને 9,516 ચો.કિ.મી. ખુલ્લા જંગલો આવેલા છે.
---> દેશમાં કુલ 4,992 ચો. કિ.મી. વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલો આવેલા છે. મેન્ગ્રોવ જંગલો ધરાવતા રાજ્યોમાં ગુજરાત દેશમાં 1,175 ચો.કિ.મી. સાથે બીજા ક્રમે છે, જ્યારે 2,114 ચો.કિ.મી. સાથે પશ્ચિમ બંગાળ પ્રથમ સ્થાને છે. ગુજરાતના 14 જિલ્લાઓમાં મેન્ગ્રેવ જંગલોવાળી વિસ્તાર છે. જે જિલ્લાઓમાં કચ્છ જિલ્લો 798.74 ચો.કિ.મી. વિસ્તાર સાથે સૌથી વધુ મેન્ગ્રોવ જંગલોવાળો જિલ્લો છે.
---> ભારત સરકાર દ્વારા વર્ષ 1988માં વનીકરણ નીતિ તૈયાર કરવામાં આવી હતી અને દેશમાં 33 ટકા વિસ્તારમાં જંગલોની સ્થાપિતતા હોવી જોઈએ તેવો નિર્ધાર કરાયો હતો પરંતુ ત્યારબાદ સતત જંગલો કપાતા રહેવાથી તેમજ ઔદ્યોગિકીકરણ શરૂ થવાને કારણે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એમ ભેગા મળીને 15 રાજ્યોમાં 33 ટકા કરતા વધુ જંગલો આવેલા છે.
---> ગુજરાતમાં 14,926 ચો.કિ.મી.ના જંગલ વિસ્તાર સાથે 5,489 ચો. કિ.મી. વૃક્ષોવાળો વિસ્તાર છે.
ગુજરાતનાં જંગલો ના પ્રકાર || Gujrat na jangalo |ગુજરાતની જંગલ સંપત્તિ || Forest of Gujrat ==> ગુજરાતમાં આવેલા જંગલો નો આલગ આલાગ વિસ્તાર
---> જંગલ ન હોય તેવો વિસ્તાર. : 90.90%
---> ગાઢ જંગલો. : 0.19%
---> મધ્યમ ગાઢ જંગલો. : 2.56%
---> ખુલ્લા જંગલો. : 4.85%
---> ઝાડી-ઝાંખરા. : 1.44%
---> ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કચ્છ છે. જેના 45,674 ચો.કિ.મી.ના કુલ વિસ્તારમાંથી 2,439.48 ચો.કિ.મી. વિસ્તારમાં જંગલો આવેલા છે જે તેના વિસ્તારના 5.34 ટકા છે.
---> જો ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો ડાંગ જિલ્લામાં 1,354,08 ચો.કિ.મી. વિસ્તારમાં જંગલો આવેલા છે. જે ડાંગ જિલ્લાનું ક્ષેત્રફળ 1,766 ચો.કિ.મી. છે તેથી તેના ક્ષેત્રફળની સરખામણીએ ડાંગમાં 76.67 ટકા જંગલો આવેલા છે.
*ગુજરાતમાં મેન્ગ્રોવ જંગલો ધરાવતા જિલ્લાઓ
---> કચ્છ, જામનગર, ભરૂચ, અમદાવાદ, સુરત, નવસારી, ભાવનગર, વડોદરા, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, આણંદ
---> ભારતમાં મળી આવતા 16 પ્રકારના જંગલો પૈકી ગુજરાતમાં 4 પ્રકારના જંગલો મળી આવે છે.
==> ગુજરાત ના જંગલો ના પ્રકાર <==
==> ગુજરાત ના જંગલો ચાર પ્રકાર ના છે.
જંગલો પ્રકાર
1. ભેજવાળા પાનખર જંગલો 3B
2. સૂકા પાનખર જંગલો SB
3. ઝાડી ઝાંખરાવાળા જંગલો 6B
4. મેન્ગ્રોવ જંગલો 4B
---> ઉપરોક્ત બાબતોને ધ્યાને લેતાં ગુજરાતમાં જંગલોનો વિસ્તાર આશરે કુલ વિસ્તારના 9 ટકા ગણનામાં લેવામાં આવે છે.
1. ભેજવાળા પાનખર જંગલો (Moist Deciduous Forests)
---> 120 સે.મી.થી વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં આવેલા છે.
---> આ જંગલો માર્ચ-એપ્રિલની સૂકી ઋતુમાં તેના પાંદડા ખેરવી નાખે છે.
---> વૃક્ષો : સાગ, સાલ, સીસમ, હળદરવો, ટીમરૂં, શીમળો, મહુડો, ખાખરો, ધાવડા, ખેર, આમળા, કુસુમ, કલમ, કાકડ.
---> સાગ આ જંગલોનું મુખ્ય વૃક્ષ છે. (પ્રમાણ 50 ટકા)
---> આ જંગલો ગુજરાતને આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ ઉપયોગી છે.
---> વિસ્તાર : વલસાડ, ડાંગ, તાપી, નવસારી.
2. સૂકા પાનખર જંગલો (Dry Deciduous Forests)
---> 60 થી 120 સે.મી. જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે.
---> વૃક્ષો : સાગ, વાંસ, ખેર, બાવળ, શીમળો, લીમડો, ટીમરૂં (સાગનું પ્રમાણ 10 થી 40%)
---> આ જંગલો બહુ ગીચ નથી. અહીં વૃક્ષો નીચે સવાના પ્રકાર જેવું ઊંચું ઘાસ થાય છે.
---> ભેજવાળા પાનખર જંગલોમાં થતાં બધા વૃક્ષો અહીં થાય છે પણ પ્રમાણ ઓછું તથા વૃક્ષોનું કદ નાનું હોય છે.
---> વિસ્તાર : અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, જામનગર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ.
3. સૂકા ઝાંખરાવાળા જંગલો (Dry Scrub Forests)
---> 60 સે.મી.થી ઓછા વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે.
---> વૃક્ષો : બાવળ, મોદડ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ગરમાળો, રાયણ, લીમડો.
---> વાંસનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. સામાન્ય રીતે ઇમારતી લાકડું આપે તેવા વૃક્ષો હોતા નથી.
---> વિસ્તાર : કચ્છ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, બનાસકાંઠા, બોટાદ.
---> ગાંડા બાવળના વૃક્ષો કચ્છના રણને આગળ વધતું અટકાવે છે.
4. મેન્ગ્રોવ જંગલો (Mangrove Forests)
---> કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર- સોમનાથ, જૂનાગઢના કિનારાના પ્રદેશોમાં કાદવ-કીચડવાળા વિસ્તારને લીધે મેન્ગ્રોવ જંગલો જોવા મળે છે.
---> અહીં હલકા પ્રકારના ચેરના વૃક્ષો મુખ્ય છે.
---> ચેરના વૃક્ષો દરિયાને આગળ વધતો અટકાવે છે.
---> નોંધ : અંબાજીના વિસ્તારમાં ઔષધિઓના ભંડાર સમુ જંગલ આવેલુ છે જેમાં ગૂગળ, વાવડો, બીલી, દૂધલો, સાદડ, બહેડા, દેશી બાવળ, ઇન્દ્રજવ, ખાખરો, ટીમરૂં, બોર, ખેર વગેરે વૃક્ષો થાય છે.
* જંગલ સંપત્તિ વિશે જાણવા જેવું *
---> ગુંદર માટે બાવળ અને ખેરના વૃક્ષો ઉપયોગી છે.
---> કાથા માટે ખેરના વૃક્ષો ઉપયોગી છે.
---> કાગળ બનાવવા વાંસ ઉપયોગી છે.
---> બીડી બનાવવા માટે ટીમરૂં પાન ઉપયોગી છે.
---> દીવાસળી બનાવવા શીમળાના વૃક્ષો ઉપયોગી છે.
---> પડિયા કે પતરવેલિયા બનાવવા માટે ખાખરાના પાન ઉપયોગી છે.
---> ચારકોલના ઉત્પાદન માટે ગાંડો બાવળ ઉપયોગી છે.
---> આલ્કોહોલ બનાવવા મહુડાનું વૃક્ષ ઉપયોગી છે.
---> વડોદરા નજીક આવેલા રમણગામડી ખાતે ધન્વંતરી પરિયોજના અંતર્ગત આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ થાય છે.
---> અમદાવાદ જિલ્લાના બારજેડી અને બાવળા, તાપી જિલ્લાના સોનગઢમાં સેન્ટ્રલ પલ્પ મિલ તેમજ સુરત જિલ્લામાં ગંગાધર ખાતે કાગળ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે.
0 Comments