Wealth of Gujarat: ગુજરાતની જમીન સંપતિ, ગુજરાતની જમીન અને તેના પ્રકારો, એક ક્લિક માં જાણો.


1. કાંપની જમીન (Alluvial Soil)

---> ગુજરાતના 50% કરતાં વધુ વિસ્તારમાં કાંપની જમીનો આવેલી છે. જેના બે પેટા પ્રકારો પડે છે.

• નદીના કાંપની જમીન 

---> આ જમીનો તળ ગુજરાતના મેદાની પ્રદેશોમાં વિશેષ આવેલી છે. રેતી, માટી અને કાંપના પ્રમાણ આધારે તેને જુદા-જુદા નામે ઓળખવામાં આવે છે. દા.ત. ગોરાડું, ગોરાટ, ભાઠાની જમીનો, બેસર જમીનો.

• ગોરાટ 

---> આ જમીનો જૂના કાંપની હોવાથી ફળદ્રુપતા થોડી ઓછી થઈ ગઈ હોય છે. અહીં ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધુ તથા ચૂનાનું પ્રમાણ ઓછું હોય છે. 

---> જંબુસર (ભરૂચ), ખેડા જિલ્લામાં સાબરમતી અને મહી વચ્ચેનો પ્રદેશ, ડભોઈ (વડોદરા) તથા સુરત જિલ્લાના કેટલાક વિસ્તારમાં આવેલી છે.

• ભાઠાની જમીનો

---> નદીઓના નવા કાંપની જમીનો ભાઠાની જમીનો તરીકે ઓળખાય છે. આ જમીન ખૂબ જ ફળદ્રુપ ગણાય છે.

---> નાઈટ્રોજન અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ ઓછું હોય છે. 

---> ભાઠાની જમીન ઘઉં, શાકભાજી, તરબૂચ, સાકરટેટીના વાવેતર માટે વધુ અનુકૂળ છે.

---> સાબરમતીના મેદાનોમાં તથા નદીઓના ટાપુ પ્રદેશોમાં આવેલી હોય છે.

• ગોરાડું જમીન 

---> ઉત્તર તથા મધ્ય ગુજરાતના પ્રદેશોમાં રેતાળ કાંપની જમીન સ્થાનિક ભાષામાં ગોરાડું જમીન તરીકે ઓળખાય છે. 

---> આ જમીનમાં માટીનું પ્રમાણ ઓછું તથા ઝીણી રેતીનું પ્રમાણ વધારે હોય છે. નાઈટ્રોજન તથા ચૂનાના તત્વો ઓછા, ફોસ્ફરસ મધ્યમસર અને પોટાશ વધુ હોય છે.

---> આ જમીન મહી અને સરસ્વતી નદી વચ્ચેના પ્રદેશ (ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારો)માં આવેલી છે.

---> આ જમીન ઘઉં અને ડાંગરના વાવેતર માટે અનુકૂળ છે.

• બેસર જમીન

---> આણંદ અને ખેડા જિલ્લાની કાંપની જમીન બેસર જમીન તરીકે ઓળખાય છે. આ જમીનમાં તમાકુનો પાક સારો લઈ શકાય છે. 

---> મધ્ય ગુજરાતનો પ્રદેશ સૌથી ફળદ્રુપ જમીનોનો પ્રદેશ ગણાય છે. ખેતીના વિકાસના સંદર્ભમાં તે ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે.

2. કિનારા અને મુખત્રિકોણ પ્રદેશની કાંપની જમીન

---> કચ્છના કિનારાના વિસ્તાર તથા સૌરાષ્ટ્ર, સુરત, ભરૂચ, વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના થયેલી છે. 

---> આ જમીન પર મીઠાના ક્ષાર અને જિપ્સમની પોપડીઓ જામેલી હોવાથી ખેતી માટે બિનઉપયોગી છે.

3. કાળી જમીન (Black Soil)

---> આ જમીન કાળા રંગની છે પણ તેમાં રહેલા તત્વોના પ્રમાણના આધારે ઊંડી કાળી, મધ્યમ કાળી, છીછરી કાળી એમ રંગમાં તફાવત પડે છે. આ પ્રકારની જમીન સૌરાષ્ટ્રના ઉચ્ચપ્રદેશ અને નર્મદા તાપીના ખીન્ન પ્રદેશમાં આવેલી છે.

---> સૌરાષ્ટ્ર, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના પર્વતીય પ્રદેશોમાં મધ્યમ કાળી તથા આછા કાળા રંગની જમીનો આવેલી છે. 

---> ચૂનાના તત્વો, સેન્દ્રીય દ્રવ્યો તેમજ માટીનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનમાં કપાસ, મગફળી અને મકાઈનું વાવેતર થાય છે.

---> દક્ષિણ ગુજરાતમાં ઊંડી કાળી જમીન આવેલી છે, તેનો કાળો રંગ ટીટાનિફેરસ, મેગ્નેટાઈટ અને કેલ્શિયમ જેવા તત્વોને લીધે છે. આ જમીન કપાસની ખેતી માટે અતિ ઉત્તમ છે. કપાસની આ કાળી જમીન દક્ષિણ ભારતની રેગુર જમીનને મળતી આવે છે.

4. રેતાળ જમીન (Desert Soil)

---> 25 સે.મી.થી ઓછો વરસાદ મેળવતા કચ્છ અને બનાસકાંઠાના વાયવ્ય વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે.

---> આ પ્રકારની જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જિપ્સમનું પ્રમાણ વધારે છે. વળી તે નક્કર અને મોટી ક્ડ રચનાવાળી હોવાથી તે પાણી ઝડપથી શોષી લે છે. આથી ખેતીના વિકાસ માટે બિનઉપયોગી છે.

5. ક્ષારીય જમીન (Saline - Alkaline Soil)

---> દરિયા કિનારાની જમીન પર ભરતીના પાણી ભરાવાથી તથા સૂકી આબોહવાના લીધે ક્ષારીય જમીનનું નિર્માણ થયું છે. 

---> ભાવનગર, આણંદ, અમદાવાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાના થોડા વિસ્તાર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારની જમીન છે.

6. પડખાઉ જમીન (Laterite Soil)

---> ગુજરાતના કોઇપણ ભાગમાં વિષુવવૃત્તીય પ્રદેશો જેવી પડખાઉ જમીન જોવા મળતી નથી. પરંતુ ડાંગ જિલ્લામાં 250 સે.મી. જેટલા વરસાદ અને ગીચ જંગલોની પરિસ્થિતિ હેઠળ ચૂનો તથા નાઈટ્રોજનનું પ્રમાણ ઓછું હોય તેવી એસિડિક જમીનો આવેલી છે. આ જમીન ઈંટ જેવો રાતો રંગ ધરાવે છે. ખેતી માટે ઓછી ઉપયોગી છે.

7. સ્થાનિક જમીન

---> ઉપર વર્ણવેલી જમીનોના કેટલાક વિસ્તારો ભૂપુષ્ઠ, બંધારણ અને રંગના આધારે સ્થાનિક પ્રદેશોમાં વિવિધ નામે ઓળખાય છે.

• ઘેડની જમીન

---> સૌરાષ્ટ્રના નીચા ભૂમિ વિસ્તારો અને જૂનાગઢની દક્ષિણે ઘેડની જમીનો આવેલી છે. આ જમીન ફળદ્રુપ હોવાથી ડાંગર તથા ફળફળાદિની ખેતી થાય છે.

• ધારની જમીન

---> અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથના ડુંગરાળ પ્રદેશ નજીક સમતલ ભાગમાં કેટલાક વિસ્તારોમાં ખેતી માટે ઉપયોગી ફળદ્રુપ જમીન આવેલી છે. અહીં મગફળીનું વાવેતર થાય છે.

• ક્યારીની જમીન છે

---> ખેડા, મહેસાણા, આણંદ જિલ્લામાં માટીયુક્ત કાંપની જમીન આવેલી છે. અહીં ડાંગરની ખેતી સારી રીતે થાય છે.



Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा