ગુજરાત વર્નાકયુલર સોસાયટી
સ્થાપના :- ઇ.સ. 1848
સ્થાપક :- ફાર્બસ સાહેબ
પ્રકાશન :- વરતમાન (સાપ્તાહિક), બુદ્ધિપ્રકાશ (પખવાડિક અને ત્યારબાદ માસિક)
---> ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે કાર્ય કરતી સૌથી જૂની સંસ્થા છે.
---> ઇસ્ટ ઇન્ડિયામાં પ્રતિનિધિ તરીકે અમદાવાદ આવેલા ફાર્બસ સાહેબે કવિ દલપતરામની મદદથી 26 ડિસેમ્બર, 1848નાં રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી.
---> કવિ દલપતરામ ફાર્બસ સાહેબનાં મિત્ર હતા.
---> ઇ.સ. 1849માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘વરતમાન' નામક સાપ્તાહિક શરૂ કર્યું.
---> ઇ.સ. 1850માં વર્નાક્યુલર સોસાયટીએ ' બુદ્ધિપ્રકાશ ' ચોપાનિયું શરૂ કર્યું.
---> બુદ્ધિપ્રકાશ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્યક સામાયિક મનાય છે.
---> ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સ્થાપેલી નેટિવ લાઈબ્રેરીમાંથી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ નામક સંસ્થાનો વિકાસ થયો.
---> કવિ દલપતરામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં મંત્રી બન્યા હતા અને કવિ દલપતરામે આ સોસાયટી મારફતે કન્યા કેળવણીનાં કાર્યને વેગવંતુ બનાવ્યું હતું.
---> આ સોસાયટી દ્વારા ભોગીલાલ જેસિંગભાઈ વિદ્યાભવન (ભો.જે.)ની સ્થાપના થઈ.
---> ગ્રંથ, ગ્રંથકાર, સાઠીનું સાહિત્ય વગેરે પુસ્તકો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત થયા છે.
---> દેશને સ્વતંત્રતા મળ્યા પશ્ચાત ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ગુજરાત વિદ્યાસભા નામ મળ્યું.
(૨). ગુજરાત સાહિત્ય સભા (અમદાવાદ)
ગુજરાત સાહિત્ય સભા
સ્થાપના :- ઇ.સ. 1898, 1904
સ્થાપક :- રણજિતરામ વાવાભાઈ મહેતા
---> રણજિતરામ વાવાભાઈ મહેતાએ ઇ.સ. 1898માં અમદાવાદ ખાતે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન સંસ્થાની સ્થાપના કરી હતી.
---> જે સંસ્થાને ઇ.સ. 1904માં ગુજરાત સાહિત્ય સભા તરીકે ઓળખ મળી.
---> ગુજરાતી ભાષાનાં સાહિત્ય અને સંશોધનના વિકાસ અર્થે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી.
---> પ્રતિ વર્ષ ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન માટે રણજિતરામનાં નામે રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભા દ્વારા એનાયત કરવામાં આવે છે.
---> સૌપ્રથમ વર્ષ 1928માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
(૩). ફાર્બસ ગુજરાતી સભા (અમદાવાદ)
ફાર્બસ ગુજરાતી સભા
સ્થાપના :- ઇ.સ. 1865
સ્થાપક :- મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, ફાર્બસ સાહેબ
---> ઇ.સ.1865માં ફાર્બસ સાહેબની અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસથી મુંબઈ ખાતે ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના થઈ.
---> બુદ્ધિવર્ધક સભાના ગ્રંથસંગ્રહ ફાર્બસ ગુજરાતી સભામાં સંગ્રહિત છે.
---> ફાર્બસ ગુજરાતી સભા દ્વારા વર્ષ 1932થી નિયમિતપણે ત્રૈમાસિક મુખપત્ર પ્રગટ થાય છે.
---> ફાર્બસ ગુજરાતી સભાનું મુખ્ય કાર્ય અલગ-અલગ વિષયોનાં પુસ્તક પ્રકાશનનું છે.
(૪). ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)
ગુજરાત સાહિત્ય અકાદમી
સ્થાપના :- ઇ.સ. 1982
સ્થાપક :- ગુજરાત રાજ્ય
પ્રકાશન :- શબ્દસૃષ્ટિ
---> ગુજરાત રાજ્યમાં ભાષાઓના વિકાસ અર્થ ઇ.સ. 1960માં ભાષા નિયામકની કચેરીની સ્થાપના થઈ.
---> ઇ.સ. 1978-79માં ભાષાનિયામકની કચેરી અંતર્ગત સિંધી-ઊર્દૂ વગેરે ભાષાનો આરંભ થયો.
---> ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ઇ.સ. 1982માં થઈ અને ડિસેમ્બર 1982થી ભાષા નિયામકની ભાષા ઉત્કર્ષ યોજનાઓ ગુજરાત સાહિત્ય અકાદમીને તબદીલ કરી દેવામાં આવી.
---> ઇ.સ. 1983થી સિંધી-ઊર્દૂ અન્ય ભાષાઓ માટેની સલાહકાર સમિતિની નિમણૂક થઈ.
---> ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઉત્તમ ગુણવત્તા ધરાવતા પુસ્તકોને ઇનામ, ભારતીય ભાષાઓના તાલીમ કેન્દ્રો માટે સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે.
---> ગુજરાત સાહિત્ય અકાદમી દુર્લભ ગ્રંથોના પુનઃમુદ્રણ, કૃતિના ભાષાંતર અને અનુવાદ તેમજ પુસ્તક માટે લેખકને આર્થિક સહાય પણ કરે છે.
---> ગુજરાત અકાદમી દ્વારા વાર્ષિક પ્રકાશન, ગ્રંથ પ્રકાશન, સાહિત્યિક સમારંભ, સાહિત્યકાર સન્માન વગેરે જેવા કાર્યો થઈ રહ્યા છે.
---> ભાષા સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાત સરકારે સાહિત્યકાર મનુભાઈ પંચોળીના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચી હતી.
---> ગુજરાત સાહિત્ય અકાદમી ઇ.સ. 1993થી સ્વાયત અકાદમી તરીકે કાર્યરત્ થઈ જેના પ્રથમ અધ્યક્ષ મનુભાઈ પંચોળી હતા અને ઉપાધ્યક્ષ તરીકે યશવંત શુકલ હતા.
---> ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સર્જન, વિવેચન અને સંશોધન દ્વારા ઉત્તમ પ્રદાન કરનાર સાહિત્યકારને પ્રતિ વર્ષ રૂ.1,00,000નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે.
---> ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રવૃત્તિના પ્રચાર માટે તથા વાંચનની સુરૂચિના ઘડતર માટે શબ્દસૃષ્ટિ માસિક પ્રકાશિત થાય છે.
---> ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ 2005થી ગુજરાતી ગઝલ કેન્દ્રની સ્થાપના થઈ છે.
---> ગુજરાત સાહિત્ય અકાદમી ફેલોશિપ પણ આપે છે.
---> અકાદમી પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાય છે.
(૫). ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય પરિષદ
સ્થાપના :- ઇ.સ. 1905
સ્થાપક :- રણજિતરામ વાવાભાઈ મહેતાનાં પ્રયાસોથી
પ્રકાશન :- પરબ
---> ગુજરાતમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને આગળ ધપાવવા રણજિતરામ વાવાભાઈ મહેતાનાં પ્રયાસથી અમદાવાદમાં ઇ.સ. 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.
---> ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે ઇ.સ. 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠીની નિમણૂક થઈ હતી.
---> વર્ષ 1920માં પરિષદનાં અતિથિ વિશેષ તરીકે રવીન્દ્રનાથ ટાગોર હતા તેમજ અમદાવાદમાં વર્ષ 1936માં યોજાયેલી પરિષદના પ્રમુખ પદે મહાત્મા ગાંધી હતા.
0 Comments