ગુજરાત ના અલગ અલગ વિસ્તાર મા આવેલા પર્વત || ગુજરાત મા આવેલ પર્વત

પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો. પર્વતો મોટે ભાગે તો હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે; જેમ કે, અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે. સમુદ્રસપાટીથી 610 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિસ્વરૂપને પર્વત અને તેથી ઓછી તથા વધુ ઓછી ઊંચાઈવાળાં સ્વરૂપો ટેકરી કે ટેકરા તરીકે ઓળખાવાય છે. જે પર્વતોના તળભાગ એકમેકથી જોડાયેલા હોય પરંતુ ઊંચાઈ પરના વિભાગો જુદા પડતા હોય તેમ જ લંબાઈમાં વિસ્તરેલા હોય તેને પર્વતીય હારમાળા (range) કહે છે. ઘણી હારમાળાઓથી આવરી લેવાયેલા ભૂમિભાગને પર્વતજૂથ કે પર્વતસંકુલ (mountain system) કહે છે; દા. ત., હિમાલય, આલ્પ્સ વગેરે.                                                      


( ૧ ) ગિરનાર (જિ. જૂનાગઢ), ઊંચાઈ 1147 મીટર, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર, પ્રાચીન નામ ઉજ્જયંત કે રૈવતક કે રૈવતગિરિ, તેનાં પાંચ શિખરો છે : ગોરખનાથ, અંબામાતાનું, દત્તાત્રેયનું, કાળકાનું શિખર અને દાતારની ટૂંક, સૌથી ઊંચું શિખર ગોરખનાથ.

( ૨ )જેસોર (જિ. બનાસકાંઠા) ઊંચાઈ 1067 મીટર,તેને સાતપડો પણ કહે છે. ગિરનાર પછી બીજા નંબરનો ઊંચો પર્વત. આ ઉપરાંત બનાસકાંઠામાં ચીકલોદર’, ‘ગુરનો ભાખરો', ડુંગરો આવેલા છે. અરવલ્લી ગિરિમાળાનો ‘ગબ્બર ડુંગર’ અંબાજી મુકામે આવેલો છે.

( ૩ )પાવાગઢ (જિ. પંચમહાલ), ઊંચાઈ 819 મીટર, ઉપર મહાકાળી માતાનું મંદિર છે.

( ૪ )ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ઊંચાઈ 365 મીટર, ઉપર ચામુંડા માતાનું મંદિર છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં થાંગા અને માંડવના ડુંગરો આવેલા છ.

( ૫ ) રતનમાળ (જિ. દાહોદ) લીમખેડા તાલુકામાં, અહીં રતનમાળ રીંછ અભયારણ્ય આવેલું છે.

( ૬ ) સાપુતારા (જિ.ડાંગ) ઊંચાઈ 976 મીટર, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક, ડૉન ગિરિમથક ડાંગ જિલ્લામાં આવેલું છે, 1000 મી.

( ૭ ) તારંગા (જિ. મહેસાણા) ઊંચાઈ 365 મીટર, ઉપર અજિતનાથનું જૈન દેરાસર છે. 

( ૮ ) શેત્રુંજય (જિ. ભાવનગર) ઊંચાઈ 498 મીટર. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં થાપો, ઈસાળવા, શિહોરી માત સાત શેરી, મોરધાર, મિતિયાળા, લોંગડી, ખોખરા અને તળાજાના ડુંગરો આવેલા છે.

( ૯ ) ઈડરનો ડુંગર (જિ. સાબરકાંઠા), ઊંચાઈ 243 મીટર.

( ૧૦ ) બરડો (જિ. પોરબંદર), ઊંચાઈ 637 મીટર


( ૧૧ ) ગિરની ટેકરી (જિ. અમરેલી) માં સરકલા, ઊંચાઈ 643 મીટ૨ સૌથી ઊંચી છે. ગિરની ટેકરીઓ, જૂનાગઢ જિલ્લામાં પણ વિસ્તરાયેલી છે.

( ૧૨ ) કચ્છના ડુંગરોમાં કાળો, ખાવડો, લીલિયો, ભૂજિયો, ધીણોધર, ઝુરા, વાર, ગારો, ખડિયો, ઉમિયા, ધબવો,માંડવા, ખાત્રોડ વગેરે ડુંગરો આવેલા છે. કચ્છનો કાળો ડુંગર (437 મીટર) સૌથી ઊંચો ડુંગર છે.

( ૧૩ ) રાજપીપળાની ટેકરીઓ નર્મદા જિલ્લામાં આવેલી છે.

( ૧૪ ) વિલ્સન અને પારનેરાની ટેકરીઓ વલસાડ જિલ્લામાં આવેલી છે.

( ૧૫ ) ઓસમનો ડુંગર અને લોધિકાનો ડુંગર રાજકોટમાં જિલ્લામાં છે.

( ૧૬ ) અલિચ અને સતિયાદેવ ડુંગ૨ જામનગર જિલ્લામાં છે.

(૧૭ ) કડિયા ડુંગર, સારસા માતાનો ડુંગર અને બાબાઘોરનો ડુંગર ભરૂચ જિલ્લામાં છે.

( ૧૮ ) તાપી જિલ્લામાં સોનગઢનો ડુંગર, તારાપોરનો ડુંગર અને અસિકાનો ડુંગર આવેલો છે.

( ૧૯ ) સાણાનો ડુંગર ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે.

( ૨૦ ) કોઈલાનો ડુંગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. ડુંગર પર હર્ષદ માતાનું મંદિર છે.

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा