ગુજરાત રાજ્યમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો

* ગુજરાત રાજ્યમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો *
---> ગુજરાત રાજ્ય પાસે 77,000 કિ.મી.થી વધુના રસ્તાઓનું નેટવર્ક છે. રાજ્યના લગભગ 97 ટકા રસ્તાઓ પાકા અને બારમાસી છે.

---> રાજ્યમાં કાચા રસ્તાઓની લંબાઈ ફક્ત 2,345 કિ.મી. છે. રાજ્યના મોટાભાગના વસવાટો પાકા અને બારમાસી રોડથી જોડાયેલા છે.

---> રાજ્યમાં રેલવેની લંબાઈ મર્યાદિત હોવાને કારણે રસ્તાઓ વાહન વ્યવહારનું મુખ્ય સાધન બન્યા છે.                      
જૂના ધોરીમાર્ગ પર આવતા સ્થળો                    ગુજરાતમાં
NH.                                                             લંબાઇ
                                                                   ( KM )

8 શામળાજી-હિંમતનગર-અમદાવાદ                   498
     -વડોદરા-સુરત -વલસાડ-વાપી

6 હજીરા-સુરત-બારડોલી-વ્યારા-ઉચ્છલ             177

15 સામખિયાળસ-રાધનપુર-થરાદ                   270

14 રાધનપુર-ડીસા-પાલનપુર-આબુરોડ                140

8-A અમદાવાદ-લીંબડી-ચોટીલા
       -બામણબોર-મોરબી-સામખિયાળી             618
         -ગાંધીધામ-કંડલા-માંડવી
          -નલિયા- નારાયણ સરોવર

8-B પોરબંદર-જેતપુર-ગોંડલ                           206
        -રાજકોટ-બામણબોર

8-C સરખેજ-ગાંધીનગર-ચિલોડા                      46

8-D સોમનાથ-જૂનાગઢ-જેતપુર                      127

8-C ભાવનગર-સોમનાથ-દ્વારકા                      445 

59 ગોધરા-દાહોદ-ઈન્દોર.                              211

113 દાહોદ-ઝાલોદ-બાંસવાડા                        40

228 દાંડી હેરિટેજ રૂટ                                   374

   * રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નવું નામકરણ *

---> ભારતમાં નેશનલ હાઈ-વેની ઓળખ વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકારે અમેરિકન પદ્ધતિ અપનાવી છે. જે અંતર્ગત ઉત્તરથી દક્ષિણ જતા હાઈ-વેને બેકી નંબર તથા પૂર્વથી પશ્ચિમ જતા હાઈ-વેને એકી નંબરો ફાળવવામાં આવ્યા છે.

---> NH 8નું NH 48, NH 6નું NH 53માં નામકરણ કરાયું છે.

---> NH8B તથા બામણબોરથી સામખિયાળી (8Aનો ભાગ) તથા સામખિયાળી (NH15)તથા NH14 સંયુક્તરૂપે NH 27માં રૂપાંતર થયેલું છે.

---> સામખિયાળીથી નારાયણ સરોવર (8Aનો ભાગ)NH 41માં રૂપાંતર થયેલ છે.

---> બામણખોરથી અમદાવાદ (8Aનો ભાગ) તથા NH 59 સંયુક્તરૂપે NH 47માં રૂપાંતર થયેલો છે.

---> NH8Cનું NH 147માં, NH 15નું NH 68માં, NH 8Eનું NH 51માં, NH 228નું NH 64માં, NH 8Dનું NH 151માં, NH 113નું NH 56માં રૂપાંતર થયેલું છે.

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा