ભારત અને તેમના પાડોશી દેશોએ વર્ષ 2000 પછીથી વાવાઝોડાનું નામ રાખવાનું શરુ થયું. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે.
Cyclone Biporjoy: દેશમાં ખાસ કરીને ગુજરાતમાં વાવાઝોડા બિપોરજોયનો ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી 24થી 48 કલાકમાં આ વાવાઝોડું ત્રાટકશે કે નહીં તે પુરવાર થઈ શકે છે. કેમકે આ દરમિયાન બિપોરજોય ભારતમાં દસ્તક આપશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વિનાશકારી વાવાઝોડાનું નામ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો આવો તમને જણાવીએ આ વાવાઝોડાનું નામ કઈ રીતે અને કોણ નક્કી કરે છે.
બિપોરજોયનો અર્થ શું થાય છે?
બિપોરજોયનો અર્થ છે ડિઝાસ્ટર એટલે કે આપદા. બિપોરજોય નામ બાંગ્લાદેશે આપ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જેટલા પણ વાવાઝોડા આવે છે તેના નામ વારાફરતી વાર આ વિસ્તારના દેશ રાખે છે જે પહેલાથી જ નક્કી હોય છે. આ સિસ્ટમ વર્ષ 2004થી ચાલે છે કે જેથી ચક્રવાતનું નામ એક જ હોય.
વાવાઝોડાના નામ
વાવાઝોડાના નામ સાંભળવામાં ઘણાં જ વિચિત્ર હોય છે, જેને સાંભળીને કે વાંચીને ક્યારેક ક્યારેક લોકોને હસવું પણ આવે છે. જેમ કે કેટરીના, બુલબુલ, લીઝા, પેલિન, લેરી, હુદહુદ, નિસર્ગ, અમ્ફાન અને નિવાર તોફાનના સામેલ છે.
નામની શરુઆત ક્યારથી થઈ?
ભારત અને તેમના પાડોશી દેશોએ વર્ષ 2000 પછીથી વાવાઝોડાનું નામ રાખવાનું શરુ થયું. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે. આ દેશોએ ચક્રવાત તોફાનના નામ રાખવા માટે એક યાદી બનાવી રાખી છે. સાથે જ સંયુક્ત રાષ્ટ્રની વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશને ચક્રવાતી તોફાનના નામ નક્કી કરવા માટે કેટલાંક નિયમો પણ બનાવ્યા છે.
આ 13 દેશ પોતાના વારા મુજબ નામ નક્કી કરે છે
એન્ટાલિટિક ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાનું નામ નક્કી કરવાની પ્રથા 1953માં શરુ થઈ. તો હિન્દ મહાસાગર વિસ્તારમાં તેની શરુઆત 2014માં થઈ. હિન્દ મહાસાગર ક્ષેત્રના આઠ દેશોમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકા સામેલ છે. આ ઉપરાંત ઈરાન, કતાર, સાઉદીઆરબ અને UAE તેમજ યમનને વર્ષ 2019માં સામેલ કરવામાં આવ્યા છે.
જ્યારે કોઈ ચક્રવાત વાવાઝોડું આવવાની શક્યતા બને છે તો આ 13 દેશ ક્રમાનુસાર તેનું નામ પાડે છે. જેમકે 2017માં આવેલા ઓખી વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે નક્કી કર્યું હતું. સોમાલિયામાં જે ચક્રવાત આવ્યું હતું તેનું નામ ભારતે નક્કી કર્યું હતું, જેને ગતિ નામ આપવામાં આવ્યું હતું. તો વર્ષ 2023માં આવેલા બિપોરજોયનું નામ બાંગ્લાદેશે નક્કી કર્યું છે.
આગામી 25 વર્ષ માટે પહેલેથી જ નામ નક્કી છે
આગામી 25 વર્ષો સુધી આ દેશોએ ચક્રવાત વાવાઝોડાને લઈને નામ નક્કી જ છે. જેમાં ભારત તરફથી ગતિ, તેજ, મુરાસુ, આગ, નીર, પ્રભંજન ધુરની, અંબુલ જલાધિ અને વેગ નામ આપવામાં આવ્યા છે. જ્યારે બાંગ્લાદેશે અર્નબ અને કતરે શાહીન તેમજ બહાર નામ નક્કી કર્યા છે. આ રીતે પાકિસ્તાને લુલુ તથા મ્યાનમારે પિન્કુ નામ નક્કી કર્યાં છે.
સ્પીડના આધારે નામ નક્કી કરવામાં આવે છે
આ સાથે જ વાવાઝોડાનું શું નામ રાખવામાં આવે તે તેની સ્પીડની ગતિ પર પણ નિર્ભર કરે છે. જે રીતે વાવાઝોડાની ગતિ ઓછામાં ઓછી 63 કિલોમીટર પ્રતિ કલાક હોય છે, તેનું જ નામકરણ થાય છે. આ ઉપરાંત જે વાવાઝોડાની સ્પીડ 118 કિલોમીટર પ્રતિકલાકથી ઉપર હોય છે, તેને ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે અને જેની ગતિ 221 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય છે, તેને સુપર ચક્રવાતી તોફાન કહેવામાં આવે છે.
કેમ રાખવામાં આવે છે વાવાઝોડાના નામ?
સંયુક્ત રાષ્ટ્રની એજન્સી વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન (WMO) મુજબ કોઈ વિશેષ ભૌગોલિક સ્થાન કે સમગ્ર દુનિયામાં એક સમયે એકથી વધુ ચક્રવાત આવી શકે છે, અને આ એક સપ્તાહ કે તેનાથી વધુ સમય સુધી ચાલી શકે છે. એવામાં આપદા જોખમ જાગરુકતા, પ્રબંધન અને બચાવ કાર્યોને સુવિધાજનક બનાવવામાં કોઈ ભ્રમથી બચવા માટે દરેક ચક્રવાતને અલગ નામ આપવામાં આવે છે.
નામ રાખવા માટે શું છે નિયમ?
વર્ણાનુક્રમ મુજબ વ્યવસ્થિત દેશો દ્વારા આપવામાં આવેલા નામની યાદી તૈયાર કરવામાં આવે છે. આ લિંગ, રાજનીતિ, ધાર્મિક વિશ્વાસો અને સંસ્કૃતિઓથી તટસ્થ હોય છે. એક વખત કોઈ નામનો પ્રયોગ થયા બાદ તેને ફરી વખત ન રાખી શકાય. ચક્રવાતના નામમાં વધુમાં વધુ આઠ અક્ષર હોય છે. કોઈ પણ નામ કોઈ પણ સભ્ય દેશ માટે અપમાનજનક ન હોવું જોઈએ કે જનસંખ્યાના કોઈ પણ સમૂહની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેવું હોવું જોઈએ.
ખાસ નોંધ: ગૂગલ દ્વારા માહીતિ એકત્રિત કરી ને આપ સુધી પહોંચાડી છે.
0 Comments