Shivrajpur Beach: ગરમીમાં ગોવા ભુલાવશે ગુજરાતનો આ બીચ, તસ્વીરો જોઇ ને જવાનું થશે મન!

ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત પાસે છે. જે લગભગ 1600 કિમિ સુધી ફેલાયેલો છે. ગુજરાતમાં એવા ઘણા બીચ આવેલા છે જે ફોરેનને પણ ટક્કર આપે છે. તેમાંથી એક છે શિવરાજ પુર બીચ. જે દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર આવેલો છે અને ત્યાં પહોંચતા 20 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે. માટે ત્યાં ફરવા જવામાં જલસો પડી જશે. 
શિવરાજપૂર બિચ બ્લુ કલરનું શાંત અને સ્વચ્છ પાણી તથા સૂર્યાસ્ત અને સૂર્ય ઉદયનો અદભુત નજારો નિહાળવા વિદેશીઓ સહિત હજારો લોકો મુલાકાત લઇ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે આવેલા બીચને બ્લુ ફ્લેગ નીચેનો દરજ્જો મળતાની સાથે જ યાત્રાધામ દ્વારકાના પ્રવાસ ક્ષેત્ર બમણા વેગતી પ્રગતિ કરી રહ્યું છે. હાલ શિવરાજપુર બીચનો વિકાસ સોળે કળાએ ખીલી રહ્યો છે. સરકાર દ્વારા બીચના વિકાસ માટે કરોડો રૂપિયાના કામોના આયોજન હાથ ધર્યા છે.
દરરોજ હજારોની સંખ્યામાં લોકો શિવરાજપુર બીચની મુલાકાત લઇ કુદરતના અદભુત સૌંદર્યનો નજારો નિહાળી રહ્યા છે. અહીંનું બ્લુ કલરનું શાંત અને સ્વચ્છ પાણી તથા સૂર્યાસ્ત અને સૂર્ય ઉદયનો અદભુત નજારો નિહાળવા વિદેશીઓ સહિત હજારો લોકો મુલાકત લઇ રહ્યા છે. તો કરોડો રૂપિયાના કામો આયોજન અને પ્રગતિ હેઠળ છે.જેના પરિણામે આ બીચની આજુબાજુમાં જમીનોના ભાવમાં પણ મોટા પાટે ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવે ઉનાળાના આગમનની સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિવરાજપૂરની મુલાકાતે જઈ રહ્યા છે. જ્યા નહાવા સાથે ખાણી પીણીની મોજ માણી રહ્યા છે.
ઉનાળાના વેકેશન અને રજાઓના દિવસોમાં મોટેભાગે યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓની લાંબી લાઈનો લાગતી હોય છે ત્યારે હવે દ્વારકા આવતા પ્રવાસીઓ શિવરાજપૂર બીચની આવશ્ય મુલાકાત લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.જેમાં દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો ત્યારબાદ તેની લોકપ્રિયતા પણ વધી છે.
બીચ પર કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ અને આઇલેન્ડ ટૂરનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેવી મંદિર અને દ્વારકા સનસેટ પોઇન્ટ જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨