ગુજરાતના પ્રખ્યાત લોક નૃત્ય | gujarat na lok nruty | gujarati lok nruty | ગુજરાતના નૃત્યો

ગુજરાતના લોક નૃત્યો


ગરબો

-> ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. 

-> ગર્ભદીપ શબ્દનો અર્થ ઘડામાં મુકાયેલો દીવો થાય છે.

-> ગુજરાતમાં માટીના અને પાતુઓનાં એમ બન્ને ગરબાઓ પ્રચલિત છે જે ગરબામાં છીદ્રો રાખવામાં આવે છે.

-> નવરાત્રિ દરમિયાન ગરબાને સ્ત્રીઓ માથા પર લઈ માતાજીનાં ગરબા ગાય છે.

દાંડિયા રાસ

-> દાંડિયા રાસમાં સ્ત્રી અને પુરુષો એમ બન્નેના બેઉ હાથમાં દાંડિયા હોય છે અને તેઓ ગોળાકારમાં તાલબદ્ધ રીતે રાસ લેતાં હોય છે. 

-> દાંડિયા રાસ એ ખાસ મેર પુરુષોનું નૃત્ય છે.

ગરબી

-> ગરબી એ પુરુષો દ્વારા થતું સંધનૃત્ય છે.

ગોફ ગૂંથણ

-> ગોફ ગૂંથણ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય છે.

-> ગોફ ગૂંથણ અંતર્ગત રંગીન દોરીની સુંદર ગૂંથણી ભરાય છે અને તેને ઉકેલાય છે.

ટિપ્પણી નૃત્ય

-> ટિપ્પણી નૃત્ય ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય અને વૈરાવળની ખારવણ બહેનોનું નૃત્ય છે. 

-> આ નૃત્ય ચૂનાને પીસતી વખતે કરવામાં આવે છે.

-> નૃત્યમાં ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે નૃત્ય કરવામાં આવે છે.

પઢારોનું મંજીરા નૃત્ય

-> ભાલ અને નળકાંઠાના પઢારો દ્વારા આ મંજીરા નૃત્ય થાય છે. 

-> નૃત્ય અંતર્ગત પઢારો ગોળાકારમાં મંજીરા લઈને તાલમેળ સાથે નૃત્ય કરે છે.

ઢોલો રાણો

-> ઢોલો રાણો નૃત્ય ગોહિલવાડ વિસ્તારના કોળીઓ દ્વારા થાય છે. 

-> આ નૃત્યને પાક ખાળવામાં આવે તે સમયે કરવામાં આવે છે.

રાસડા

-> રાસડા એ સૌરાષ્ટ્ર વિસ્તારનું નૃત્ય છે.

-> સૌરાષ્ટ્રના પુરુષો સામાજિક અને ધાર્મિક પ્રસંગે રાસડા લેતા હોય છે. 

-> રાસડા ત્રણ તાલી રાસનો પ્રકાર છે.

ભીલ નૃત્ય

-> ભીલ નૃત્ય પંચમહાલ વિસ્તારનું જાણીતું નૃત્ય છે.

-> આ નૃત્ય અંતર્ગત ભીલ જાતિનાં આદિવાસી પુરુષો તીર કામઠાં, ભાલા જેવા હથિયારો સાથે યુદ્ધ કરતા હોય તે પ્રકારે નૃત્ય કરે છે. 

-> નૃત્યમાં કૂદકાઓ અને ચિચિયારીઓ આકર્ષણની બાબત છે.

મેરાયો નૃત્ય

-> મેરાયો નૃત્ય બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે.

સીદીઓનું ધમાલ નૃત્ય

-> સીદીઓનાં ધમાલ નૃત્યમાં મશીરા એટલે નાળિયેરની આખી કાચલીમાં ભરેલી કોડીઓ, ધમાલ એટલે નાની ઢોલકી, માયમીસરા એટલે સ્ત્રીઓનાં વાજીંત્રો અને મોરપીંછનું ઝૂંડ જેવા સાધનોનો સમાવેશ થાય છે. 

-> મૂળ આફ્રિકાના પરંતુ ગુજરાતમાં સ્થાયી થયા હોય તેવા સીદી મુસ્લિમોનું આ નૃત્ય છે.

-> આ નૃત્ય મુખ્યત્વે જાફરાબાદ પાસે જંબુસર ગામમાં જોવા મળતું હોય છે.

જાગ નૃત્ય

-> ઉત્તર ગુજરાતમાં ઠાકોરો, રાજપૂતો અને પાટીદાર વગેરે કોમની બહેનો દ્વારા જાગ નૃત્ય થાય છે. 

-> આ નૃત્ય નવરાત્રિ દરમિયાન થતું નૃત્ય છે. 

-> આ નૃત્યમાં બહેનો માથા પર માંડવી કે જાગ મૂકીને નૃત્ય કરે છે.

ડોકા અને હુડા રાસ

-> ડોકા અને હુડા રાસ સૌરાષ્ટ્ર વિસ્તારની ભરવાડ કોમ સાથે સંકળાયેલું છે. 

-> સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા લઈને ડોકા રાસ કરતા હોય છે. 

-> ભરવાડો અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સમૂહમાં જ નૃત્ય કરે છે તેને હુડા રાસ કહેવામાં આવે છે.

રૂમાલ નૃત્ય

-> રૂમાલ નૃત્ય મહેસાણા જિલ્લાનાં ઠાકોરો સાથે સંકળાયેલું નૃત્ય છે. છે 

-> આ નૃત્ય હોળી અને મેળાનાં પ્રસંગે હાથમાં રૂમાલ રાખી થાય છે.

મરચી નૃત્ય

-> મરચી નૃત્ય તુરી સમાજની બહેનો લગ્ન પ્રસંગે કરતી હોય છે. 

-> તાળી પાડ્યા વગર હાથની અંગ ચેષ્ટાઓ વડે થતું નૃત્ય છે.

ડાંગી નૃત્ય

-> આ નૃત્ય ડાંગ જિલ્લાનાં આદિવાસીઓનું નૃત્ય છે. 

-> ડાંગી નૃત્યને ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે. 

-> નૃત્ય અંતર્ગત ચકલી, મોર જેવા પશુ-પંખીઓની નકલ થાય છે.

આલેણી-હાલેણી નૃત્ય

-> માંડવા તેમજ આલેણી-કાલેણી છોટા ઉદેપુર-જિલ્લાનાં તડવી આદિવાસીઓનું લોકનૃત્ય છે. 

-> આલેણી-કાલેણી નૃત્ય આદિવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય છે.

હાલી નૃત્ય

-> હાલી નૃત્ય સુરત અને તાપી જિલ્લાનાં દુબળા આદિવાસીઓનું નૃત્ય છે.

હમચી નૃત્ય

-> હમચી નૃત્યને હીંચ નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. 

-> ગુજરાતમાં સારા પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવતા હોય છે અને રાંદલ માતાને તેડતા સમયે સ્ત્રીઓ દ્વારા થતાં નૃત્યને હમચી કે હીંચ નૃત્ય કહેવામાં આવે છે.

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨