* ગુજરાતના લોકમેળાઓની વિગતવાર જાણકારી.....
ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે.મુખ્યોત્વેય દેવી-દેવતાઓ,સંતો મહંતો,પીરના મેળાઓ ભરાય છે.જેમાં રામકૃષ્ણ , મહાદેવજી, હનુમાનજી, બળિયાદેવ, નાગદાદા, રણછોડરાય, માધવરાય, સિધ્ધ પુરનો, કાર્તિક પૂર્ણિમા સોમનાથ મેળો, મહાશિવરાત્રી ભવનાથ, શામળાજી, વૈઠાનો લોકોત્સાવ, ડાંગ દરબાર, ગોળ ગધેડા, ગુણભાંખરી-ચિત્ર-વિચિત્ર, પાલોદર ચોસઠ જોગણીઓ,ભાંખર આગિયા વીર વૈતાળ, હાથિયાઠાંઠુનો (વાલમ), બહુચરાજી, તરણેતર, રવેચીમાતા, અંબાજીનો મેળો, નકલંગ મહાદેવ, શાહઆલમ, સરખેજ સહિતના મેળાઓ આજે પણ એટલા જ મહત્વળના છે.
આમાના મોટાભાગના મેળાઓ ધર્મોત્સવ જેવા હોય છે. પરંતુ આધુનિક યુગમાં તો જાણે કે લોકોને મેળો મનાવવવાનું બહાનું જોઇતું હોય છે. હવે તહેવારો વગર પણ ફન ફેર જેવા આયોજનો થાય છે. તેમાં પણ હાઇટેક ટેકનોલોજી ભળી છે.
* આગળ વિવિધ ભાતીગળ લોકમેળાઓની વિગતવાર જાણકારી.....
:- તરણેતરનો મેળો (સુરેન્દ્રનગર) -:
-> સમય – ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ્ઠ.
-> સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવનાં મંદિરમાં તરણેતરનો મેળો ભરાય છે.
-> તરણેતરનાં મેળાને નિહાળવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે.
-> રંગ-બેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે થતો રાસ તરણેતરનાં મેળાનું મુખ્ય આકર્ષણ છે.
:- વૌઠાનો મેળો (અમદાવાદ) -:
-> સમય-કારતકી અગિયારસથી કારતકી પૂર્ણિમા. -> વૌઠાના મેળાને ગુજરાતનો સૌથી મોટો લોકમેળો
માનવામાં આવે છે.
-> વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનાં વૌઠા ગામે ભરાય છે.
-> વૌઠામાં સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માઝમ અને શેઢી એમ સાત નદીઓનો સંગમ થાય છે.
-> વૌઠાનાં મેળામાં ગધેડાની મોટાપાયે લે-વેચ થાય છે. જ્યાં ગધેડા સાથે ઊંટની પણ લે-વેચ થાયક છે.
:- શામળાજીનો મેળો (અરવલ્લી) -:
-> સમય – કારતકી અગિયારસથી કારતકી પૂર્ણિમા.
-> અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે.
-> શામળાજીના મેળામાં આદિવાસી અને ભીલોની ખાસ સંખ્યા જોવા મળતી હોય છે.
:- ભવનાથનો મેળો (જૂનાગઢ) -:
-> સમય – મહાશિવરાત્રિ મહાવદ તેરસ.
-> મહાશિવરાત્રિની રાત્રે ગિરનારની તળેટીમાં સુવર્ણ રેખા નદી પાસે આવેલા ભવનાથ મહાદેવ મંદિરના મહાકુંભ નિમિત્તે નાગા બાવાઓ તેમજ સાધુ સંતો મૃગિકુંડમાં ન્હાવા માટે આવે છે.
:- પલ્લીનો મેળો (ગાંધીનગર) -:
-> સમય - આસો સુદ નોમ.
-> પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાનાં રૂપાલમાં ભરાય છે.
-> રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી ભરાય છે અને જે માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.
:- ડાકોરનો માણેકઠારીનો મેળો (ખેડા) -:
-> સમય - શરદ પૂનમ.
-> ખેડા જિલ્લાનાં ડાકોરમાં શરદ પૂનમનાં રોજ માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે.
-> ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે પરંતુ માણેકઠારી પૂનમનાં મેળાનું વિશેષ મહત્ત્વ છે.
:- સિદ્ધપુરનો કારતકી પૂર્ણિમાનો મેળો (પાટણ) -:
-> સમય – કારતકી પૂનમ.
-> પાટણ જિલ્લાનાં સિદ્ધપુર ખાતે સિદ્ધપુરનો કારતકી પૂર્ણિમાનો મેળો ભરાય છે.
-> આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય છે.
-> સિદ્ધપુરનાં કારતકી પૂર્ણિમાનાં મેળામાં ઊંટની મોટાપાયે લે-વેચ થાય છે.
:- ગોપનાથ મહાદેવનો મેળો (ભાવનગર) -:
-> સમય – શ્રાવણ અમાસ, જન્માષ્ટમી.
-> ભાવનગર મહિનાની જિલ્લાનાં ગોપનાથમાં શ્રાવણ અમાસે અને જન્માષ્ટમીનાં દિવસે મેળો ભરાય છે.
:- જન્માષ્ટમીનો મેળો (મુખ્ય દેવભૂમિ દ્વારકા) -:
-> જન્માષ્ટમીનો મેળો શ્રાવણ વદ આઠમનાં દિવસે ભરાય છે.
-> જન્માષ્ટમીનો મેળો ગુજરાતનાં અનેક વિસ્તારમાં ભરાય છે પરંતુ દ્વારકામાં આયોજિત મેળાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
:- ચિત્રવિચિત્રનો મેળો (સાબરકાંઠા) -:
-> ચિત્રવિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાનાં પોશીના તાલુકાનાં ગુણભાખરી ગામમાં ભરાય છે.
-> ચિત્રવિચિત્રનાં મેળાને આદિવાસીઓનાં મેળા તરીકે ઓળખવામાં આવે છે.
:- પાલોદરનો મેળો (મહેસાણા) -:
-> સમય - ફાગણ વદ અગિયારસથી તેરસ.
-> મહેસાણા જિલ્લાનાં પાલોદરમાં ચોસઠ જોગણી
માતાનાં મંદિરે પાલોદરનો મેળો ભરાય છે.
-> પાલોદરના મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે.
* ગુજરાતના અન્ય લોકમેળાઓ ની યાદી..
- વોઠાનો મેળો (વૌઠા) : અમદાવાદ
- સરખેજનો મેળો (સરખેજ) : અમદાવાદ
- ગંગાજી મેળો (રામપરા વેકરા) : કચ્છ
- રવેચીનો મેળો (રાપર) : કચ્છ
- અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો : બનાસકાંઠા
- પલ્લીનો મેળો (રૂપાલ) : ગાંધીનગર
- બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો : મહેસાણા
- પાલોદરનો મેળો (પાલોદર) મહેસાણા
- પાવાગઢનો મેળો (પાવાગઢ) : પંચમહાલ
- તરણેતરનો મેળો (ત્રિનત્રેશ્વર મહાદેવ મંદિર) : સુરેન્દ્રનગર
- દૂધરેજનો મેળો : સુરેન્દ્રનગર
- સોમનાથનો મેળો (સોમનાથ) : ગીર સોમનાથ
- જન્માષ્ટમી મેળો (દ્વારકા) : દેવભૂમિ દ્વારકા
- સિદ્ધપુરનો મેળો : પાટણ
- ચિત્રવિચિત્રનો મેળો (ગુણભાખરી તા. પોશીના) : સાબરકાંઠા
- માધવરાયનો મેળો : પોરબંદર
- શામળાજીનો મેળો (શામળાજી) : અરવલ્લી
- ગાય ગોહરીનો મેળો (ગરબાડા) : દાહોદ
- ગોળ ગધેડાનો મેળો (જેસવાડા) : દાહોદ
- ગોપનાથ મહાદેવનો મેળો (ગોપનાથ) : ભાવનગર - પાલીતાણા જૈન મેળો (પાલીતાણા) : ભાવનગર
- ક્વાંટનો મેળો : છોટા ઉદેપુર
- ભવનાથનો મેળો (ગિરનાર) : જૂનાગઢ
- ઝૂંડનો મેળો (ચોરવાડ) : જૂનાગઢ
- ડાકોરનો માણેકઠારીનો મેળો (ડાકોર) : ખેડા
- ફાગવેલનો મેળો (ફાગવેલ) : ખેડા
- ભાડભૂતનો મેળો (ભાડભૂત) : ભરૂચ (18 વર્ષે કુંભમેળો)
- માઘમેળો : ભરૂચ
0 Comments