Add'S1

ગુજરાતનો ડેરી ઉદ્યોગ. | ગુજરાતમાં આવેલી ડેરીઓ..

ગાય તથા ભેંસના દૂધનું વેચાણ કરવાના ઉદ્યોગને ડેરી કહેવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી અમુલ ડેરી ગુજરાતની જાણીતી ડેરી છે. આ ઉપરાંત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં દુધની ડેરીઓ સહકારી ધોરણે કાર્ય કરી રહી છે. કૃષિ સાથે સંકળાયેલા પશુપાલનના ઉદ્યોગમાં દૂધ એકઠું કરવું, તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ કરવી, ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું, યોગ્ય પેકીંગ કરવું, વેચાણની વ્યવસ્થા કરવી, વધારાના દૂધનો શીત સંગ્રહ તેમ જ તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવું વગેરે કાર્યોનું સંચાલન ડેરી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને માટે સમયાંતરે દાક્તરી તપાસ અને સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા વગેરે કાર્યો પણ ડેરી દ્વારા કરવામાં આવે છે.                                                                                        

ગુજરાતમાં આવેલી ડેરીઓ :-

૧. દૂધસાગર :- મહેસાણા

૨. ઉત્તમ :- અમદાવાદ

૩. અમૂલ :- આણંદ ( એશિયાની સૌથી મોટી )

૪. દૂધસરિતા :- ભાવનગર

૫. બરોડા ડેરી :- બરોડા

૬. વસુધારાડેરી :- વલસાડ

૭. સોરઠ :- જૂનાગઢ

૮. સાબર :- હિંમતનગર

૯. સુમુલ :- સુરત

૧૦. બનાસ :- પાલનપુર

૧૧. દૂધધારા :- ભરૂચ 

૧૨. જામનગર ડેરી :- જામનગર 

૧૩. પંચામૃત ડેરી :- ગોધરા

૧૪. મધુર, મધર :- ગાંધીનગર

૧૫. ગોપાલ :- રાજકોટ

૧૬. માધાપર :- ભૂજ

૧૭. સુરસાગર :- સુરેન્દ્રનગર 

૧૮. અમર ડેરી :- અમરેલી

૧૯. સરહદ ડેરી :- અંજાર 

Post a Comment

0 Comments

Featured post

Women world cup Final: Indian 'Queens' crowned World Cup champions: Defeated Africa by 52 runs, Deepti scored 58 runs and also took 5 wickets