India Best Hill Station: લોકો હિલ સ્ટેશન પર ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. ભારતમા ઘણા એવા સારા હિલ સ્ટેશન આવેલા છે જે વિદેશો ના ફરવાલાયક સ્થળો ને પન ટક્કર મારે એવા છે. ચાલો જાણીએ આવા ભારતમા આવેલા હિલ સ્ટેશનો વિશે જ્યા ફરવા જવાનો ખર્ચ કેટલો આવશે અને જવાનુ ક્યાથી સરળ પડશે ? જ્યારે ફરવાની વાત આવે ત્યારે હિલ સ્ટેશન લોકોની પહેલી પસંદગી હોય છે. ભારતમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને આ બધા સ્થળોએ ટુરિઝમ વિકાસ પણ ઘણો થયો છે.
India Best Hill Station
લેહ-લદ્દાખ, નૈનીતાલ, મનાલી, શિમલા, શ્રીનગર (જમ્મુ કાશ્મીર), મસૂરી, શિલોંગ, દાર્જિલિંગ, ઉંટી, કુર્ગ, મુન્નાર, માઉન્ટ આબુ અને સાપુતારા તેમના વિવિધ આકર્ષણો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતા ભારતમાં લોકપ્રિય સ્થળો છે.
લેહ-લદ્દાખ એ જમ્મુ અને કાશ્મીરનો એક આકર્ષક પ્રદેશ છે, જે મંત્રમુગ્ધ લેન્ડસ્કેપ્સ, શાંત બૌદ્ધ મઠો અને ટ્રેકિંગ અને પર્વતારોહણ જેવી રોમાંચક સાહસ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે
1. લેહ-લદાખ ( Leh Ladakh )
Leh Ladakh: લેહ ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં આવેલ છે. લદાખના એક વિસ્તારને લેહ કહેવામાં આવે છે. પ્રકૃતિપ્રેમી અને પર્વતીય વિસ્તારોમાં ફરવાનો શોખ રાખતા લોકોની પહેલી પસંદગી લેહ લદાખ હોય છે. એમા પણ લોકો મનાલીથી બુલેટ લઇને લેહ લદાખ જવાનુ વધુ પસંદ કરતા હોય છે. રસ્તા મા આવતા બરફના ડુંગરોની મોજ માણવાનુ સહેલાણીઓ ભુલતા નથી.
2. શિમલા ( Shimla )
Shimla: ફરવા માટે હિમાચલ મા જ આવેલ શિમલા પન લોકોમા ખુબ જ ફેવરીટ સ્થળ છે. અદભુત કુદરતે સૌદર્ય ધરાવતા શિમલા શહેરને સાત પહાડીઓનું શહેર કહેવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં તમને અહીંયા બરફ નુ સૌદર્ય જોવા મળે છે. સીમલા કિન્નોર વિસ્તારમાં લોકો ટ્રેકિંગની મજા માણવાનુ ચુકતા નથી. શિમલામાં જોવા લાયક સ્થળોની વાત કરી તો ધ મોલ, તારા દેવી મંદિર, સમરહિલ અને સ્ટેટ મ્યુઝીયમ જેવા સારા જોવા જઈ શકો છો. દિલ્લી થી શિમલા 345 કિલોમીટર જેટલુ દૂર છે. અહિ તેમ કારથી સરળતાથી પહોંચી શકો છો.
3. નૈનીતાલ ( Nainital )
Nainital: નૈનીતાલ ઉત્તરાખં મા આવેલુ ખુબ જ ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે. નૈનીતાલ શબ્દ નો અર્થ જોઇએ તો નૈના શબ્દનો અર્થ આંખો અને તાલનો અર્થ ઝીલ થાય છે. નૈનીતાલમાં પ્રસિદ્ધ નૈના દેવીનું મંદિર આવેલુ છે. નૈનીતાલ નવા પરણેલા કપલ કપલ્સ માટે પણ પસંદગીની જગ્યા હોય છે. નૈનીતાલ તળાવ, નૈના ચોટી, ગવર્નર હાઉસ, ટિફિન ટોપ અને પંડિત જીબી પંત પ્રાણીસંગ્રહાલય નૈનીતાલ મા આવેલા પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળો છે. શોપિંગ કરવા માટે તમે સુપ્રસિધ્ધ માર્કેટ મોલ રોડ પણ આવેલુ છે. નૈનીતાલ દિલ્લીથી 320 કિલોમીટરના અંતરે છે.
4. મનાલી ( Manali )
Manali: હિમાચલ પ્રદેશમાં આવેલુ મનાલી ફરવા માટે લોકોની પહેલી પસંદગી હોય છે. મનાલી દિલ્હી થી અંદાજે 500 કિલોમીટર દુર છે. સુંદર પહાડીઓ વચ્ચે ઘેરાયેલું મનાલી તમને રોમાંચિત કરી દેશે. ઉનાળામા લોકો સૌથી વધુ ફરવા માટે મનાલી જતા હોય છે. મનાલી ની આજુબાજુમા રોહતાંગ પાસ, અટલ ટનલ, સોલાંગ વેલી, વગેરે ફરવા લાયક સ્થળો છે. અહિં લોકો બિયાસ નદી મા રીવર ક્રાફટીંગ ની મજા માણવાનુ ચુકતા નથી.
5. શ્રીનગર (જમ્મુ કાશ્મીર) ( Srinagar )
Srinagar: શ્રીનગર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આવેલું ધરતી પરનું સ્વર્ગ ગણાય છે. શ્રીનગરનું નામ લઈએ ત્યારે આંખો સામે સુંદર મજાના બરફ આચ્છાદિત પહાડો, ખૂબ જ ઊંચા વૃક્ષો અને ડાલ લેક તમારી આંખો સામે આવી જાય છે. શ્રીનગરની મુલાકાત લેવી તે ધરતી પરના સ્વર્ગની મુલાકાત લેવા સમાન છે. શ્રીનગર શહેર હાઉસ બોટ, હિસ્ટોરિક ગાર્ડન અને ત્યાંની સુંદર મજાની ઘાટીઓ માટે પ્રસિદ્ધ શહેર છે. જેલમ નદીનો કિનારો તમને ન બોલાય તેવો કુદરતની સુંદરતાનો અનુભવ કરાવે છે. શ્રીનગરમાં ઇન્દિરા તુલીપ ગાર્ડન, શંકરાચાર્ય પહાડી, નાગીન ઝીલ, બેતાબ ઘાટી જેવા ફરવા લાયક સ્થળો છે. જમ્મુથી શ્રીનગર 293 કિલોમીટરના અંતરે છે.
6. શિલોંગ ( Shillong )
Shillong: મેઘાલયની રાજધાની શિલોંગ ભારતના સૌથી બેસ્ટ હિલ સ્ટેશન માં એક છે. અહીંયા આવીને તમને કુદરતી સૌદર્ય મા રહેવાનો આહલાદક અનુભવ થાય છે. શિલોંગને પૂર્વ ભારતનું સ્કોટલેન્ડ પણ ગણવામા આવે છે. શિલોંગમાં સૌથી ઊંચો ધોધ જોવા માટે લોકો આવે છે. શિલોંગમાં જોવાલાયક જગ્યાઓ જોઇએ તો એલિફન્ટા ફોલ, શિલોંગ વ્યું પોઇન્ટ,લેડી હૈદરી પાર્ક,ગોલ્ફ ફોર્સ,કૈથોલિક કેથેડ્રલ,આર્ચરી જેવા જોવા લાયક સ્થળો છે. અમરોઈ એરપોર્ટથી શિલોંગ 35 કિલોમીટર દૂર આવેલુ છે. દિલ્હીથી અંદાજે 1500 કિલોમીટરના અંતરે શિલૉંગ આવેલ છે.
7. મસૂરી ( Mussoorie )
Mussoorie: મસૂરી ઉત્તરાખંડ મા આવેલું હિલ સ્ટેશન છે. મસૂરી ફરવા જાઓ તો એકતરફ ઊંચા વૃક્ષોથી આચ્છાદિત પહાડો જોવા મળશે તો બીજી તરફ ઊંડી ખીણો તમારા સફરને રોમાંચિત બનાવી દે છે.મસૂરીમાં સિઝનની પહેલી બરફવર્ષાની મજા જ કઈક અલગ હોય છે. મસૂરીને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે. જો તમે હરિદ્રાર ગયા હોય તો ત્યાથી તમે દહેરાદૂન થઈને મસૂરી પહોંચી શકો છો.મસૂરીમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો મોલ રોડ,કેમ્પ્ટી ધોધ,ગન હિલ, મિસ્ટ લેક જોવાલાયક સ્થળો છે
8. દાર્જિલીંગ ( Darjeeling )
Darjeeling: ફરવાના શોખીન લોકો માટે દાર્જિલીંગ પણ ખુબસુરત સ્થળો માથી એક છે. દાર્જિલીંગ પહાડોની રાણી તરીકે ઓળખાય છે. નવ પરિણીત કપલ હનીમૂન માટે દાર્જિલિંગ આવવાનું વધુ પસંદ કરતા હોય છે. અગાઉ દાર્જિલિંગ સિક્કિમનો એક ભાગ હતું. દાર્જીલિંગની સૌથી મોટી ખાસિયત છે કે ત્યાં ચાના બગીચાઓ આવેલા છે. ધરતી પર જાણે કુદરતે લીલી ચાદર ઓઢાડી હોય તેવા સુંદર દ્રશ્યો સર્જાય છે. દાર્જિલિંગ પોતાની ચા ના કારણે આખા વિશ્વ મા વિખ્યાત છે. દાર્જિલિંગનું સૌથી મોટું આકર્ષણ છે ત્યાંની ટોય ટ્રેન. આ ટ્રેન પહાડો અને ખીણોમાંથી પસાર થાય છે. જ્યારે ટોય ટ્રેન પસાર થાય છે ત્યારે પ્રવાસીઓને 180 ડિગ્રીએ પર્વતીય માળાઓ જોવા નો અનેરો આનંદ મળે છે.
9. કુર્ગ ( Coorg )
Coorg: કુર્ગ કર્ણાટકમાં આવેલું શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે. કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલા પહાડ પર કુર્ગ વસેલું છે.કુર્ગને કર્ણાટકનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. કુર્ગ તેની હરિયાળીના કારણે જગવિખ્યાત છે. કુર્ગમાં સુંદર પહાડો, ચા અને કોફીના મોટા બગીચાઓ, સંતરાના ઝાડ અને નદીઓ પ્રવાસીઓને મોહિત કરી દે છે.દક્ષિણ ભારતના લોકોનું કુર્ગ પસંદગીનું હિલ સ્ટેશન છે.કુર્ગમાં ચિલવારા ફોલ્સ,હરંગી ડેમ સહિતના ફરવાના સ્થળો છે.ત્યાના બારાપોલ નદીમાં રિવરરાફ્ટિંગની મજા તમે માણી શકો છો. કૂર્ગની સૌથી નજીક મેંગ્લોર એરપોર્ટ છે. કુર્ગ બેંગ્લુરુથી 265 કિલોમીટરના અંતરે છે.
10. ઉંટી ( Ooty )
Ooty: તમિલનાડુ મા આવેલુ ઊટી વિશ્વ પ્રસિદ્ધ હનીમૂન ડેસ્ટિનેશન છે. અહીં દૂર દૂર સુધી ફેલાયેલી સુંદર હરિયાળી, ચાના બગીચાઓ અને અસંખ્ય પ્રકારની વનસ્પતિઓ તેનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહી નીલગીરી પર્વતની મોટી હારમાળા આવેલી છે. અહિંના જોવાલયક સ્થળોની વાત કરીએ તો ડોડાબેટ્ટા પિક, બોટોનિકલ ગાર્ડન, નિલગીરી માઉન્ટેઇન રેલ અને ઊટી ઝીલ જોવાલાયક સ્થળો છે. અહી થી કોઇમ્બતુર નજીકનુ એરપોર્ટ છે જે 100 કિલોમીટરના અંતરે આવેલું છે.
11. મુન્નાર ( Munnar )
Munnar: લોકો કેરળ પન ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. કેરળમા આવેલુ મુન્નાર હિલ સ્ટેશન પ્રવાસીઓને દક્ષિણ ભારતમાં ધરતી પરના સ્વર્ગનો જેવુ લાગે છે. ટ્રેકિંગ અને માઉન્ટેન બાઈકિંગ નો અનુભવ કરવા માટે આ બેસ્ટ પ્લેસ છે. અહીંથી મદુરાઇ એરપોર્ટ 140 કિલોમીટર જેટલુ દૂર છે તો કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ 190 કિલોમીટરના અંતરે આવેલુ છે.
12. સાપુતારા ( Saputara )
Saputara: ગુજરાતમા આવેલુ એક માત્ર હિલ સ્ટેશન એટલે સાપુતારા. સાપુતારા ગુજરાતનું ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે. ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં ફરવાની મજા ચોમાસાની સિઝનમાં ખુબ જ આવે છે.ચોમાસામાં સાપુતારાનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે.સાપુતારાને ગુજરાતનું ચેરાપુંજી કહિએ તો પન ખોટુ નથી, સાપુતારા જવાનો રસ્તો કુદરતી સૌદર્ય ને માણતા માણતા તમારા સફરને વધુ રોમાંચિત બનાવી દે છે.સાપુતારાના વળાંક વાળા રસ્તા પર પ્રવાસીઓને ડર તો લાગે છે પરંતું તેની મજા પણ અનોખી હોય છે.સાપુતારાના રસ્તાના સૌદર્યને નજીકથી માણવું હોય તો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી વધુ સારી રહેશે. આ ટ્રેન ડાંગના વધઈ સુધી જાય છે. વધઈથી સાપુતારા 50 કિલોમીટર દૂર આવેલુ છે.
13. માઉન્ટ આબુ ( Mount Abu )
Mount Abu: ગુજરાતીઓને ટૂંકા સમય માટે ફરવા જવુ હોય તો આબુ પહેલી પસંદગી હોય છે. જ્યારે વીકેન્ડમાં ફરવા માટેનુ કોઈ આયોજન કરવુ હોય તો લોકોની પહેલી પસંદગી માઉન્ટ આબુ હોય છે. માઉન્ટ આબુ રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલુ સુંદર હિલ સ્ટેશન છે. અહી કુદરતી સૌંદર્યની સાથે આધ્યાત્મિક શાંતિ પણ મળી રહે છે. માઉન્ટ આબુને ઋષિમુનિઓ નું નિવાસ સ્થાન પણ ગણવામા આવે છે.
0 Comments