GSEB HSC Exam Result 2023; રાજ્યમાં ધોરણ 12નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે.
ધોરણ 12નું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ.12ની બોર્ડની પરીક્ષાનું આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 12નાં બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ-12ના વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકશે. સ્કૂલોમાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.
GSEB HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક
- સ્ટેપ-1- રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
- સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
- સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
- સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.
રિઝલ્ટ જોવાની લિંક | અહીં ક્લિક કરો |
ધોરણ12 પછી શું કરવું? | અહીં ક્લિક કરો |
0 Comments