Holi festival: Holika Dahan, હોલિકા દહન અને તેનું મહત્વ અને પૂજા વિધિ જાણો...

હોળી વસંતઋતુમાં ઉજવાય છે. ફાગણ માસની પૂનમે આ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે.  ઈતિહાસકારો માને છે કે આર્યોમાં પણ આ ઉત્સવનું મહત્વ હતું. પૂર્વ ભારતમાં આ તહેવાર ખાસરૂપથી મનાવાય છે. આ ઉત્સવ ખૂબજ પુરાતન છે. ખાસ કરીને જૈમીની પૂર્વ મીમાંસા, ગાવ્યસૂત્ર, નારાદપુરાણ, ભવિષ્યપુરાણ ઉપરાંત હસ્તલિપીયા ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. 
            Holi wishes in hindi
વિંધ્યક્ષેત્રના રામગઢ સ્થાનમાં 300 વર્ષ પુરાતન અભિલેખમાં પણ આ ઉત્સવનો ઉલ્લેખ છે.  સુપ્રસિદ્ધ મુસ્લિમ પર્યટક અલબરૂની એ પણ ઐતિહાસિક યાત્રાના સંસ્મરણોમાં હોળીનો ઉલ્લેખ કર્યો છે. હિન્દુ મુસ્લિમ બન્નેમાં આ ઉત્સવ ઉજવાય છે. અકબર જોધાબાઈની સાથે જહાંગીર નૂરજહાની સાથે હોળી રમ્યાંનો ઈતિહાસ મળી આવે છે. 

કૃષ્ણકાણમાં પણ ગોપી-રાધા અને કૃષ્ણ સાથે રંગોત્સવ રમ્યાની કૃષ્ણલીલાની વાતો ધર્મગ્રંથોમાં મળી આવે છે.  ઉપરાંત વિજયરાજનગરની રાજધાની હપી-હોસ્પેટના 16મી સદીના ચીત્રફલક ઉપર પણ હોળી ઉત્સવનું અતિ સુંદર ચીત્ર મળી આવ્યું છે. 

હોળીના પવિત્ર દિવસે નવ વિવાહીત મહીલા, પતિ સાથે હોલીકાની પૂજા કરે છે. ધાણી-દાળ ખજૂરનો પ્રસાદ ધરે છે. અબીલ, ગુલાલ, કુમકુમથી પૂજા કરે છે. તામ્રપાત્રમાં જળભરીને બન્ને વ્યક્તિ જળની ધારાવડી કરી. પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમભક્ત હતા. તેમના પિતા રાક્ષસકુલમાં જન્મને લીધે ભગવાન વિષ્ણુના વિરોધી હતા. પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણ્યકશ્યપને બિલકુલ પસંદ ન હતું. તેમણે પ્રહલાદને અનેક તકલીફ આપીને મનાવવા પ્રયત્ન કર્યો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે.

હીરણ્યકશીપુ  રાક્ષસકુળનો ખૂબજ ક્રુર રાજા હતો. પોતાના રાજમાં વિષ્ણુ કે અન્ય દેવોની પૂજા કરનારને આકરી સજા કરતો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહાલ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો.  હીરણ્યકશીપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવા અનેક પ્રયોસો કર્યો પણ એ બધામાં પ્રહાલદનો આબાદ બચાવ થયો. હીરણ્યકશીપુની બહેનનું નામ હોલિકા હતું અને તેની પાસે એવી ઓઢણી હતી જે ઓઢવાથી અગ્નિમાં બળી શકે નહીં. આથી હોલિકાના ખોળામાં બાળ પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કરાયું. પ્રહલાદ તો એવો ભક્ત નિકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈ ને આગમાં હોલિકા બળી ગઈ. પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ, આ માનમાં બીજા દિવસે રંગોત્સવ મનાવાય છે. 
હોળીના પ્રગટવા સાથે  હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે. તેના ઉપરથી આવનારુ વર્ષ, વરસાદની ક્ષમતા, વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે. વૃંદાવન, ગોકુળ, મથુરા, વૃજમાં હોળી-ધૂળેટી ઉત્સવ ખૂબજ ઉત્સાહ ભેર ઉજવાય છે. એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું તું કાળો છે. રાધા ગોરી છે. તેથી માતા યશોદાએ કહ્યું બેટા તું રાધાને રંગથી રગડી નાખ. આ માનમાં રાધા-કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે. 

હોળીના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે, આ દિવસોમાં શુભ કાર્યનો આરંભ થતો નથી. ધૂળેટીથી પૂન: શુભકાર્યનો આરંભ થાય છે.  વસંતઋતુમાં દિવસે ગરમી  અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે. આ સમયે બેક્ટેરીયાનો ઉપદ્રવ ખૂબજ હોય છે. હોળી દહનથી બેક્ટેરીયા નાશ પામે છે. શરીરમાં રહેલા બેક્ટેરીયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે.

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा