ગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ || Gujarat Bahuhetuk Yojana || ગુજરાતની બહુહેતુક યોજનાઓ..

 ગુજરાતમાં સિંચાઈ

-> ગુજરાતમાં સિંચાઈ કૂવા, પાતાળકૂવા, તળાવો, બંધારા (Weir) અને નહેરો દ્વારા થાય છે.

-> તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે. 

-> ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ કૂવા દ્વારા થાય છે.

-> ગુજરાતમાં સૌથી વધુ કૂવાની સંખ્યા જૂનાગઢ જિલ્લામાં અને કૂવા દ્વારા થતી સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ મહેસાણા જિલ્લામાં છે. મહેસાણામાં સૌપ્રથમ પાતાળ કૂવો ગાળવામાં આવ્યો હતો. (1935માં વડોદરા રાજ્ય તરફથી).

-> ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર જિલ્લામાં છે. 

-> નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ સુરત જિલ્લામાં થાય છે.

-> ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર મહેસાણા જિલ્લામાં અને સૌથી ઓછો પિયત વિસ્તાર ડાંગ જિલ્લામાં છે.

-> ગુજરાત સરકાર દ્વારા ‘સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના' લોકભાગીદારીથી કાર્યરત છે.


ગુજરાતની બહુહેતુક યોજનાઓ

૧.સરદાર સરોવર બંધ - નર્મદા - નર્મદા (નવાગામ પાસે)

૨.ઉકાઈ - તાપી - તાપી (સોનગઢ તાલુકો)

૩.કાકરાપાર - તાપી - સુરત (માંડવી તાલુકો)

૪.કડાણા - મહી - મહીસાગર (સંતરામપુર તાલુકો) 

૫.વણાકબોરી - મહી - મહીસાગર (બાલાસિનોર તાલુકો)

૬.દાંતીવાડા - બનાસ - બનાસકાંઠા

૭.રાજસ્થળી - શેત્રુંજી - ભાવનગર (પાલીતાણા તાલુકો)

૮.ખોડિયાર બંધ - શેત્રુંજી - અમરેલી (ધારી તાલુકો)

૯.નિલાખા - ભાદર - રાજકોટ (ગોંડલ તાલુકો)

૧૦.ધરોઈ - સાબરમતી - મહેસાણા (સતલાસણા તાલુકો) 

૧૧.મચ્છુ - મચ્છુ - મોરબી

૧૨.પાનમ - પાનમ - મહિસાગર (સંતરામપુર)

૧૩.વાત્રક - વાત્રક - અરવલ્લી

૧૪.શામળાજી - મેશ્વો - અરવલ્લી 

૧૫.ભિલોડા - હાથમતી - અરવલ્લી

૧૬.ગુહાઈ - ગુહાઈ - સાબરકાંઠા

૧૭.ધોળીધજા - ભોગાવો - સુરેન્દ્રનગર

૧૮.નાયકા - ભોગાવો - સુરેન્દ્રનગ

૧૯.મુક્તશ્ર્વર - સરસ્વતી - બનાસકાંઠા 

૨૦.સીપુ - સીપુ - બનાસકાંઠા

૨૧.દમણગંગા - દમણગંગા - વલસાડ

૨૨.કરજણ - કરજણ - નર્મદા 

૨૩.ઉંડ - ઉંડ - જામનગર 

→ નર્મદા યોજના ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના છે. 

→ સરદાર સરોવરની મુખ્ય નહેરની લંબાઈ 458 કિ.મી. છે. જે રાજસ્થાન સરહદ સુધી છે અને રાજસ્થાનમાં 74 કિ.મી. લાંબી છે.

→ મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર, કચ્છ મુખ્ય શાખા નહેરો છે. 

→ નર્મદાનું સમગ્ર નહેર તંત્ર લગભગ 74,626 કિ.મી. લાંબુ છે.

→ આ યોજનાથી 1,450 મેગાવોટ વીજળી પેદા થાય છે. 

→ સરદાર સરોવર યોજનામાંથી સૌથી વધુ પાણી મેળવતું રાજ્ય મધ્ય પ્રદેશ છે.

→ સૌથી વધુ વીજળી મેળવવામાં પણ મધ્ય પ્રદેશ પ્રથમ સ્થાને છે.

Post a Comment

0 Comments

Featured post

Diwali Rangoli 2024: रंगोली से जुड़ी खास बातें; दिवाली पर रंगोली बनाने की परंपरा, घर की नकारात्मक ऊर्जा से छुटकारा मिलेगा